અંકલેશ્વરમાં ગણેશ મહોત્સવની ઉજવણી
વિવિધ થીમ પર ગણેશ મહોત્સવ
ગડખોલના સિદ્ધેશ્વરી ગ્રુપ દ્વારા અનોખુ આયોજન
12 જ્યોતિર્લિંગની થીમ ઉભી કરાય
બાબા અમરનાથની પણ આકર્ષક પ્રતિકૃતિ
અંકલેશ્વરમાં હાલ ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગડખોલના સિદ્ધેશ્વરી યુવક મંડળ દ્વારા 12 જ્યોતિર્લિંગ અને બાબા અમરનાથની આકર્ષક પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે.
અંકલેશ્વરના ગડખોલ સિદ્ધેશ્વરી ગ્રુપ દ્વારા આ વર્ષે ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગણેશ મહોત્સવ નિમિત્તે ગ્રુપ દ્વારા બાબા અમરનાથ અને 12 જ્યોતિર્લિંગની દિવ્ય થીમ તૈયાર કરવામાં આવી છે, જે ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.
ધાર્મિક આસ્થા અને ભક્તિભાવ સાથે તૈયાર કરવામાં આવેલી આ થીમમાં ભગવાન શિવના પવિત્ર બાર જ્યોતિર્લિંગ તેમજ બાબા અમરનાથના દર્શનનો દિવ્ય અનુભવ કરાવવામાં આવી રહ્યો છે. ગણેશ મહોત્સવ દરમિયાન ભક્તો માટે આધ્યાત્મિક વાતાવરણ ઊભું થાય તે માટે ગ્રુપ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
ગડખોલ સિદ્ધેશ્વરી ગ્રુપના આ આયોજનમાં ગણેશજીની ભક્તિ સાથે ભગવાન શિવ પ્રત્યેની શ્રદ્ધા અને આસ્થાનો સુંદર સમન્વય જોવા મળી રહ્યો છે. ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ગણેશજીના દર્શન કરી રહ્યા છે અને દિવ્ય થીમનો લાભ લઈ રહ્યા છે.ગણેશ મહોત્સવના આ પાવન પર્વે ગડખોલ સિદ્ધેશ્વરી ગ્રુપ દ્વારા કરવામાં આવેલું આ આયોજન ધાર્મિક એકતા, ભક્તિ અને સંસ્કૃતિનું સુંદર ઉદાહરણ બની રહ્યું છે.
