દક્ષિણ ગુજરાત બ્રહ્મ સમાજ યુવા સંગઠન દ્વારા યુવાનોમાં સંગઠન ભાવના અને સાંસ્કૃતિક જોડાણને પ્રોત્સાહન આપવાના હેતુથી ‘બ્રહ્મ નવરાત્રિ 2026’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 2 ઓક્ટોબર, 2026ના રોજ યોજાનારા આ કાર્યક્રમને લઈને આયોજકો દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.આયોજકો દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, ‘બ્રહ્મ નવરાત્રિ 2026’ કાર્યક્રમ અન્નપૂર્ણા મંદિર ગ્રાઉન્ડ, પાલ આર.ટી.ઓ. નજીક, સુરત ખાતે યોજાશે. કાર્યક્રમનો સમય સાંજે 7:00 વાગ્યાથી રાત્રે 11:00 વાગ્યા સુધીનો રહેશે. કાર્યક્રમમાં 15થી 45 વર્ષની વયમર્યાદા ધરાવતા લોકો ભાગ લઈ શકશે.

નવરાત્રિ પર્વ દરમિયાન યોજાનારા આ કાર્યક્રમમાં યુવાનોને એકત્રિત થઈને સાંસ્કૃતિક પરંપરાઓ સાથે જોડાવાની તક મળશે. આયોજકો દ્વારા કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છુક લોકોને અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવા જણાવાયું છે. કાર્યક્રમમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન ફરજિયાત રાખવામાં આવ્યું છે.કાર્યક્રમમાં જોડાવા ઇચ્છુકો માટે આયોજકો દ્વારા સંપર્ક નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. વધુ માહિતી અને રજીસ્ટ્રેશન માટે 9714824945 અથવા 74053 66113 પર સંપર્ક કરી શકાશે.