સાપુતારામાં કુદરતનો અદભૂત નજારો

ગાઢ ધુમ્મસની ચાદર પથરાય

ડુંગરો બરફ જેવા આહલાદક બન્યા

ગિરિમથક સાપુતારા સોળે કળાએ ખીલ્યું

વાદળોની ચાદર વચ્ચે પ્રકૃતિપ્રેમીઓ મંત્રમુગ્ધ

ડાંગ જિલ્લાના વિશ્વ વિખ્યાત ગિરિમથક સાપુતારા ખાતે પ્રકૃતિનો એક અદ્ભુત અને મનોહર નજારો જોવા મળ્યો છે.ગિરીકંદ્રા પર ગાઢ ધુમ્મસની સફેદ ચાદર પથરાઈ જતાં લીલાછમ ડુંગરાઓ જાણે બરફ આચ્છાદિત બની ગયા હોય તેવા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે.  

સવારે સૂર્યોદય બાદ લીલીછમ વનરાજી અને પહાડીઓ પર વાદળો આચ્છાદિત થતાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે.આ આહલાદક વાતાવરણ વચ્ચે જાણે ધરતી માતા સોળે શણગાર સજીને પ્રવાસીઓનું સ્વાગત કરી રહી હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે.સાપુતારામાં પથરાયેલા આ ધુમ્મસ અને આહલાદક વાતાવરણને કારણે અહીં પહોંચેલા પ્રકૃતિપ્રેમી પ્રવાસીઓ મંત્રમુગ્ધ બની કુદરતના આ રૂપને કેમેરામાં કંડારી રહ્યા છે.