ભરૂચ SOG એ બાતમી આધારે સારંગપુર ગામની મંગલદિપ સોસાયટીમાં જીતાલી PHCના મેડિકલ ઓફિસરને સાથે રાખી દરોડો પાડ્યો હતો.દરોડામાં ગળામાં સ્ટેથોસ્કોપ લગાવીને બેઠેલા ઇસમની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ ત્રીનાથ બાબુરામ વિશ્વાસ હોવાનું જણાવ્યું હતું. તેની પાસે કોઈ પણ પ્રકારની માન્ય ડિગ્રી ન હોવાનું અને પોતે માત્ર ધોરણ 10 સુધી જ અભ્યાસ કર્યો હોવાનું સામે આવ્યું હતું.
આરોપી માત્ર અનુભવ અને અનુમાનના આધારે દર્દીઓને તપાસીને એલોપેથીક દવાઓ તથા ઇન્જેક્શનો આપી લોકોના જીવ સાથે ખિલવાડ કરી રહ્યો હતો.પોલીસે સ્થળ પરથી સીરીંજ, વિવિધ એલોપેથીક ટેબલેટ્સ, સિરપ, ઇન્જેક્શનની બોટલો, સ્ટેથોસ્કોપ અને થર્મોમીટર મળી કુલ ₹8 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
