અંકલેશ્વર એ ડિવિઝન પી.આઈ. પી.જી. ચાવડાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે સુરતી ભાગોળમાં દરોડો પાડ્યો હતો. કરશનવાડી ખાતે રહેતા માનવ દેવીદાસ ખત્રી અને મીનાબેન ઉર્ફે રાબિયા ઉર્ફે બળેલી બીપીનચંદ્ર મહેતા ઘરમાં માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધા હતા.
ઘરમાં સંતાડી રાખેલો 601 ગ્રામ ગાંજો કિંમત ₹30 હજારનો જથ્થો જપ્ત કરાયો હતો. આ આરોપીઓ બહારથી ગાંજાનો જથ્થો લાવી તેની નાની-નાની પડીકીઓ બનાવીને લોકોને વેચવાનો કાળો કારોબાર ચલાવતા હતા.
