રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બન્યા ભાવનગરના મહેમાન
ભાવનગરવાસીઓને રૂ. 738 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ
મુખ્યમંત્રીના વરદહસ્તે નવી કલેક્ટર કચેરીનું લોકાર્પણ કરાયું
કરોડોના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયા
રાજ્યમંત્રી જીતુ વાઘાણી સહિતના નેતાઓની વિશેષ ઉપસ્થિતી
ભાવનગર જિલ્લામાં નિર્માણ પામેલ નવી કલેક્ટર કચેરીનું રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકોરપણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ રૂ. 738 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ ભાવનગરની મુલાકાત દરમિયાન જિલ્લાને રૂ. 738 કરોડના કુલ 79 વિવિધ વિકાસલક્ષી કામોની મોટી ભેટ અર્પણ કરી હતી. જેમાં રૂ. 33 કરોડના ખર્ચે તૈયાર થયેલી અદ્યતન જિલ્લા કલેક્ટર કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મેઘાણી ઓડિટોરિયમ ખાતેથી ભાવનગર મહાનગરપાલિકાના રૂ. 621 કરોડના 30 કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું.
જેમાં વિવિધ વોર્ડમાં CC રોડ, પેવર બ્લોક, સિવિક સેન્ટર, રીડિંગ લાયબ્રેરી અને માલેશ્રી નદી પર ફોરલેન બ્રિજ જેવા મહત્વના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. આ પ્રસંગે રાજ્યમંત્રી જીતુ વાઘાણી, કૌશિક વેકરીયા, નિમુબેન બાંભણીયા સહિતના નેતાઓ, સાંસદો, ધારાસભ્યો તેમજ મોટી કાર્યકરો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
