અંકલેશ્વરના જૂની દીવી ગામ,નજીક ગણેશ વિસર્જન કુત્રિમ કુંડ ખાતે ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા ભક્તો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું ,જેમાં વિસર્જન માટે આવતા ભક્તોએ મહાપ્રસાદી નો લાભ લીધો હતો .

ગુંજ સોશયલ ગ્રુપ દ્વારા આજરોજ ગણેશ વિસર્જન નિમિતે જૂની દીવી ગામ નજીક ગણેશ વિસર્જન માટે બનાવવામાં આવેલ કુત્રિમ કુંડ પાસે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું .
ગણેશ વિસર્જન માટે આવતા તમામ ભક્તો માટે મહાપ્રસાદી ની સાથે પાણી ,છાસની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી, અને ભક્તોએ વિસર્જન બાદ મહાપ્રસાદીનો લાભ લીધો હતો. આ પ્રસંગે ગુંજ સોશ્યલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તા ,ધર્મેશ ચાવડા ,સંદીપ પટેલ ,વકીલ ગુપ્તા સહીત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
