પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી દ્વારા ‘સેવાથી સંકલ્પ અભિયાન’ હેઠળ માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા, વાહન અકસ્માતો અટકાવવા તેમજ નાગરિકો અને યુવા વર્ગમાં ટ્રાફિક નિયમોના પાલન અંગે વ્યાપક જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી આર.ટી.ઓ અને અને પોલીસ દ્વારા ભરૂચની એમિકસ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે રોડ સેફ્ટી અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને માર્ગ સલામતી અને ટ્રાફિક જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ વધારવા સાથે ‘સુરક્ષિત માર્ગ, સુરક્ષિત જીવનનો સંદેશ આપીને શાળાના વિદ્યાર્થીઓએ સંકલ્પ લીધો હતો.
