ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
દુધધાર ડેરી ખાતે આયોજન
વાર્ષિક સાધારણ સભા યોજાઈ
દુધના ખરીદ ભાવમાં વધારાની જાહેરાત
ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત
ભરૂચ દૂધધારા ડેરીની 76મી વાર્ષિક સાધારણ સભા ચેરમેન ઘનશ્યામ પટેલના અધ્યક્ષ સ્થાને ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં યોજાઈ હતી જેમાં દૂધના ભાવવધારા સહિત અનેક મહત્વના નિર્ણયો લેવાયા હતા
ભરૂચ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દૂધધારા ડેરીના કમ્પાઉન્ડમાં 67મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાધારણ સભામાં મોટી સંખ્યામાં સભાસદો, તમામ ડિરેક્ટરો અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.સભામાં અધ્યક્ષ સ્થાનેથી ચેરમેન ઘનશ્યામ પટેલે સભાસદોની માંગણીને ધ્યાને રાખીને દર વર્ષના નિયમ મુજબ દૂધના ખરીદ ભાવમાં ઐતિહાસિક વધારો જાહેર કર્યો હતો. જેનાથી પશુપાલકો અને સભાસદોમાં આનંદની લાગણી જોવા મળી છે.
કિલો ફેટે ભેંસના દુધના ખરીદ ભાવમાં ₹60 નો વધારો આપી ₹900 કરાયો હતો. જ્યારે ગાયના દૂધમાં કિલો ફેટે ₹50 વધારી ₹885 કરાયો છે.મુંબઈ ખાતે આવેલા દૂધધારા ડેરીના પ્લાન્ટમાં દહીં અને પનીરના ઉત્પાદનની ક્ષમતા વધારવા માટે પ્લાન્ટના વિસ્તરણને સભાસદો દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સહકાર મંત્રી અમિત શાહની પહેલ હેઠળ, નાગરિકોને વ્યાજબી ભાવે શુદ્ધ ખાંડ મળી રહે તે માટે દૂધધારા ડેરી, નર્મદા સુગર ફેક્ટરી અને ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન વચ્ચે કરાર કરાશે. નર્મદા સુગર ફેક્ટરીની ઉત્તમ ગુણવત્તાવાળી ખાંડનું 1 કિલો અને 5 કિલોના પેકિંગમાં ભારત સુગર નામથી અમૂલ ફેડરેશન દ્વારા માર્કેટિંગ કરવામાં આવશે, તેવી જાહેરાત પણ ચેરમેને સભામાં કરી હતી.
સભાસદોને બોનસની જાહેરાત સાથે દૂધ ઉત્પાદન વધારવા, વધુ ને વધુ દૂધ ડેરીમાં જમા કરાવવા, લક્ષ્યાંક વધારવા સહિતની હાંકલ પણ કરાઈ હતી. સાથે જ તેઓએ નવી કેડર ઉભી કરવા અને યુવાઓને તક આપવા પણ સભામાં સંકેત આપ્યા હતા.
