અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

પી.એમ.પોષણ યોજના અંતર્ગત આયોજન

ડિશ વિતરણનો કાર્યક્રમ યોજાયો

70,900 ડિશનું વિતરણ

અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વરમાં પી.એમ. પોષણ યોજના અંતર્ગત ભરૂચ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાના 70,00 જેટલા બાળકોને મધ્યાહન ભોજન અંતર્ગત ડિશ વિતરણનો કાર્યક્રમ યોજાયો

પી.એમ. પોષણ શક્તિ યોજના, ભરૂચ અને કોરોમંડલ ઈન્ટરનેશનલ કંપનીના સંયુક્ત સહયોગથી અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના વિદ્યાર્થીઓ માટે જમવાની ડિશ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. માં શારદા ભવન, જિનવાલા કમ્પાઉન્ડ, અંકલેશ્વર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાની ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળા મળી કુલ 70,900 વિદ્યાર્થીઓ માટે જમવાની ડિશ ફાળવવામાં આવી હતી.

કાર્યક્રમમાં પી.એમ. પોષણ યોજનાના નિયામક આનંદદ પટેલ-IASના અધ્યક્ષસ્થાને પ્રતીકાત્મક રીતે વિદ્યાર્થીઓને જમવાની ડિશનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલ અને અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ અંદાડીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

પી.એમ. પોષણ યોજના હેઠળ શાળામાં વિદ્યાર્થીઓને આપવામાં આવતા મધ્યાહન ભોજન માટે ડિશ ઉપલબ્ધ કરાવવાના આ આયોજનથી વિદ્યાર્થીઓને ભોજન કરવામાં વધુ સુવિધા મળશે. ભરૂચ જિલ્લાના વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓને આ ડિશનો લાભ મળનાર છે.કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી યોજનાની કામગીરી અંગે માહિતી મેળવી હતી.