સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ અને નાયબ બાગાયત નિયામકની કચેરી ભરૂચના સંયુક્ત ઉપક્રમે મહિલા સશક્તિકરણ, આરોગ્ય વર્ધન અને ગૃહ ઉદ્યોગ માટે બે દિવસય તાલીમ વર્ગનું આયોજન પાંજરાપોળ શક્તિનાથ ખાતે કરવામાં આવ્યું. જેમાં ભરૂચ નાયબ બાગાયત ખાતાના ભાવિશાબેન અને નરેશભાઈ દ્વારા જે બહેનોને ગૃહ ઉદ્યોગ શરૂ કરવાની ઈચ્છા ધરાવતા હોય કે કેમિકલ મુક્ત ઘરેલુ વસ્તુઓ બનાવવા ઈચ્છતા હોય, તેઓને ફળ અને શાકભાજીના મૂલ્ય વર્ધન અંતર્ગત તૂટીફ્રુટી, જામ, જેલી, ફરસાણ, કેચઅપ, મુખવાસ અને અથાણાં બનાવવાની વિશેષ તાલીમ આપવામાં આવી.

જેમાં મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ના સ્થાપક હેમાબેન પટેલ, પ્રકાશચંદ્ર પટેલ, પ્રોજેક્ટ ચેરમેન અને સેક્રેટરી સીમાબેન ચુડાસમા, સંસ્થાના બહેનો તથા ભરૂચ પાંજરાપોળના ટ્રસ્ટી બીપીનભાઈ ભટ્ટ, જીગ્નેશભાઈ બ્રહ્મભટ્ટ, નરેશભાઈ રાણાએ ઉપસ્થિત રહી બહેનોનો ઉત્સાહ વધાર્યો હતો.
