અંકલેશ્વરના ભાદી ગામનો બનાવ

કદાવર દીપડો પાંજરે પુરાયો

દીપડો નજરે પડતા ફફડાટ ફેલાયો હતો

વન વિભાગે ગોઠવ્યું હતું પાંજરું

ગ્રામજનોએ લીધો હાશકારો

અંકલેશ્વર તાલુકાના ભાદી ગામેથી કદાવર દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો છે વન વિભાગે દીપડાને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે

અંકલેશ્વરના ભાદી ગામે કદાવર દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોમાં રાહતનો માહોલ જોવા મળ્યો છે.છેલ્લા ઘણા સમયથી ભાદી ગામ તથા આસપાસના વિસ્તારોમાં કદાવર દીપડો દેખા દેતો હોવાના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ હતો. દીપડાની સતત અવરજવરથી ખાસ કરીને રાત્રિના સમયે લોકો ઘરની બહાર નીકળતા પણ સાવચેતી રાખતા હતા.

દીપડાને પકડવા માટે વન વિભાગ દ્વારા યોગ્ય સ્થળે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. દરમિયાન ગામના રહેવાસી રિઝવાન પટેલના વાડામાં મૂકવામાં આવેલા પાંજરામાં કદાવર દીપડો ફસાઈ ગયો હતો. દીપડો પાંજરે પુરાયો હોવાની જાણ થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે એકત્ર થયા હતા.કદાવર દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

લાંબા સમયથી જે દીપડાના કારણે લોકોમાં ભય અને ચિંતા હતી, તે દીપડો હવે પાંજરે પુરાતા સ્થાનિકોમાં હાશકારો જોવા મળ્યો છે.ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. દીપડાને સુરક્ષિત રીતે કબજામાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.