ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

હોસ્ટેલ ગ્રાઉન્ડ પર આયોજન

વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમ યોજાયો

સેવા જ્યોતિ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો

મંત્રી પ્રફુલ્લ પાનસેરીયા રહ્યા ઉપસ્થિત

ભરૂચની દૂધધારા ડેરીના ગ્રાઉન્ડ પર સેવા જ્યોત યાત્રા અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬’ અંતર્ગત ભરૂચ શહેરમાં વિવિધ જનસેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય ‘સેવા જ્યોત યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આરોગ્ય રાજ્યમંત્રી તથા ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયા અને ધારાસભ્ય ગણપત વસાવા  ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે મીડિયા સાથે વાતચીત કરતાં પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં બંધુત્વના ભાવ સાથે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ આગળ વધી રહી છે. વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત, સંસ્કારી અને વિશ્વમાં ગૌરવવંતું રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ સાથે સૌ સાથે મળીને કાર્ય કરી રહ્યા છે.‘સેવા જ્યોત યાત્રા’ના કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પરેશ લાડ, સંગઠન પ્રભારી પરાક્રમસિંહ જાડેજા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ધારાસભ્ય અરૂણસિંહ રણા, ડી.કે. સ્વામી, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલ રાજ તથા પાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત જિલ્લા કલેક્ટર ડો. નવનાથ ગવ્હાણે, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા સહિતના ઉચ્ચ અધિકારીઓ, સામાજિક અગ્રણીઓ, ભાજપના કાર્યકરો તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.