અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ભડકોદરા ગામમાં રહેણાંક મકાનમાંથી લેપટોપની ચોરીના બનાવનો પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી એક આરોપીને ઝડપી પાડ્યો છે.
પોલીસે આરોપી પાસેથી ચોરીમાં ગયેલું HP કંપનીનું લેપટોપ, જેની કિંમત અંદાજે રૂ. 60,240 છે, કબજે કર્યું હોવાનું જાણવા મળ્યું છે.પોલીસે પકડેલા આરોપીની ઓળખ શુભમ ભીમસિંગ રાજપૂત (ઉંમર 24 વર્ષ) તરીકે થઈ છે. તે હાલમાં કોસમડી ગામ, વાલિયા રોડ સ્થિત રુદ્રાક્ષ રેસિડેન્સીમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે. તે મૂળ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના પારોળા તાલુકાના બોલે ગામનો રહેવાસી છે.પોલીસે આરોપીની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર: GIDC પોલીસે ભડકોદ્રામાંથી ચોરાયેલા લેપટોપ સાથે આરોપીની ગણતરીના સમયમાં કરી ધરપકડ
