કેવડિયાના ભાજપની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

આદિજાતિ મોરચાની પ્રદેશ કક્ષાની બેઠકનો પ્રારંભ

પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓ રહ્યા ઉપસ્થિત

પક્ષની સંગઠનાત્મક કામગીરી પર ખાસ ચર્ચા

બેઠકમાં શિક્ષણ,આરોગ્ય સહિતના મુદ્દા રહ્યા મહત્વના

નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે ભારતીય જનતા પાર્ટીના આદિજાતિ મોરચાની પ્રદેશ કક્ષાની મહત્વપૂર્ણ બેઠકનો પ્રારંભ થયો હતો.  

નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે ભારતીય જનતા પાર્ટીના આદિજાતિ મોરચાની પ્રદેશ કક્ષાની મહત્વપૂર્ણ બેઠકનો પ્રારંભ થયો હતો. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં આદિજાતિ વિસ્તારોમાં પક્ષની સંગઠનાત્મક કામગીરી, કાર્યકરોની ભૂમિકા અને આગામી સમયમાં હાથ ધરાનારી વિવિધ પ્રવૃત્તિઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં ભાજપ આદિજાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ ગણપત વસાવા સહિત પક્ષના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.સાંસદ મનસુખ વસાવા,કેબિનેટ મંત્રી નરેશ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી પી.સી. બરંડા સહિતના નેતાઓની હાજરીએ બેઠકને રાજકીય દૃષ્ટિએ મહત્વપૂર્ણ બનાવી હતી. આ ઉપરાંત સાંસદ, ધારાસભ્યો અને ભાજપના અન્ય આગેવાનો પણ બેઠકમાં જોડાયા હતા.

ગુજરાતમાં વર્ષ 2027માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આદિજાતિ વિસ્તારોમાં પક્ષનું સંગઠન વધુ મજબૂત બનાવવા અંગે બેઠકમાં ચર્ચા થવાની શક્યતા છે. ખાસ કરીને અંબાજીથી ઉમરગામ સુધી વિસ્તરેલા આદિવાસી પટ્ટામાં ભાજપની સંગઠનાત્મક સ્થિતિ, સ્થાનિક સ્તરે કાર્યકરોની સક્રિયતા અને જનસંપર્ક વધારવા જેવા મુદ્દાઓ પર નેતાઓનું ધ્યાન કેન્દ્રિત રહેવાની સંભાવના છે.

ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય, રોજગાર, ખેતી, વન અધિકાર અને પાયાની સુવિધાઓ જેવા મુદ્દાઓ મહત્વ ધરાવે છે. આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ વિસ્તારોમાં રાજકીય પક્ષોની સંગઠનાત્મક પ્રવૃત્તિઓ અને સ્થાનિક પ્રશ્નો પ્રત્યેનો અભિગમ પણ ચર્ચાના કેન્દ્રમાં રહેવાની શક્યતા છે.