કોકરોચ જનતા પાર્ટી સામે ABVPનું વિરોધ પ્રદર્શન
ABVPના કાર્યકરોનો વિવિધ પ્લેકાર્ડ સાથે ઉગ્ર વિરોધ
CJPના ચિન્હ ‘વંદા’ને પગ તળે રગદોળવામાં આવ્યું
કોંગ્રેસ-CJP ફેલાવી રહી છે દેશમાં અરાજકતા : ABVP
મોટી સંખ્યામાં ABVPના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા
રાહુલ ગાંધી અને CJP યુવાનોને ખોટા રવાડે ચડાવતા હોવાના આક્ષેપ સાથે સુરતમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ ઉગ્ર દેખાવો કર્યો હતો.
દિલ્હીમાં કોંગ્રેસ, CJPના આંદોલન બાદ તેના વિરોધમાં હવે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મેદાને આવી ગયું છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રજીનામાની માંગ સાથે CJP અને કોંગ્રેસના નેતાઓ છેલ્લા કેટલાક દિવસથી ઉગ્ર આંદોલન કરી રહ્યું છે. જેને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પ્રોપોગેન્ડા અને દેશ વિરોધી ષડયંત્ર ગણાવ્યું છે.
રાહુલ ગાંધી અને CJP યુવાનોને ખોટા રવાડે ચડાવતા હોવાના આક્ષેપ સાથે મોટી સંખ્યામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ સુરતના સિટી લાઇટ અનુવ્રત દ્વાર ખાતે ઉગ્ર દેખાવો કરવામાં આવ્યો હતો. ABVPના કાર્યકરોએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ સાથે કોકરોચ જનતા પાર્ટીના ચિન્હ ‘વંદા’ને પગ તળે રગદોળીને વિરોધનો સૂર બુલંદ કર્યો હતો.
ABVPએ આક્ષેપ કરતાં જણાવ્યુ હતું કે, કોંગ્રેસ અને CJP પાર્ટી દેશમાં અરાજકતા ફેલાવી યુવાઓને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, દેશના ZEN-Z જાગી ગયા છે. પરંતુ દેશમાં અરાજકતા ફેલાવવા નહીં દઈએ તેને લઈને પણ ABVP દ્વારા કોંગ્રેસ અને CJP પાર્ટી પર આક્ષેપ કરવામાં આવ્યા હતા.
