અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ વિજયભાઈ વિનોદભાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસ ટીમે સરકારી પંચોને સાથે રાખીને દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પીરામણ ગામના હેપ્પી નગર વિસ્તારમાં રહેતા અલ્તાફ હુશૈન ઈસરાફીલ હુશૈન શાહ (ઉં.વ. 39)ની મોપેડની ડિકીમાંથી 250 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.
પોલીસે ગાંજાની કિંમત રૂ.12,500 આંકી છે.પોલીસે આરોપી પાસેથી ગાંજાના જથ્થા ઉપરાંત નાની-મોટી પારદર્શક પ્લાસ્ટિકની 143 થેલીઓ, રૂ.60,000ની કિંમતનું લાલ-કાળા રંગનું મોપેડ (નંબર GJ-16-EC-8209) અને રૂ.5,000ની કિંમતનો સેમસંગ ગેલેક્સી A14 મોબાઇલ ફોન કબજે કર્યો છે. આ રીતે કુલ રૂ.77,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.આ મામલે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે.આ કેસમાં સુરતના અશ્વિનીકુમાર રોડ, રેલવે પાટા નજીક રહેતા નામના ઇસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
અંકલેશ્વર: ગ્રામ્ય પોલીસે ગાંજાના જથ્થા સાથે આરોપીની કરી ધરપકડ, રૂ.77 હજારનો મુદ્દામાલ જપ્ત
