દિવાળીના તહેવારો દરમિયાન આગ, અકસ્માતો અને ધ્વનિ તથા હવા પ્રદૂષણને અટકાવવા ભરૂચના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023ની કલમ 163 તથા ગુજરાત પોલીસ અધિનિયમની સંબંધિત જોગવાઈઓ હેઠળ જાહેરનામું અમલમાં મૂકવામાં આવ્યું છે.જાહેરનામા મુજબ, રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે.

હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો અને ધાર્મિક સ્થળોની 100 મીટરની ત્રિજ્યામાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ રહેશે. લૂમ પ્રકારના ફટાકડા, વિદેશી ફટાકડા અને ચાઈનીઝ તુક્કલના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ કે ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.આ ઉપરાંત, ફટાકડાનું ઓનલાઈન વેચાણ, બેરીયમનો ઉપયોગ તેમજ બજારો, જાહેર રસ્તાઓ, પેટ્રોલપંપ અને ગેસ સંગ્રહ સ્થળોની નજીક ફટાકડા ફોડવા પર પણ પ્રતિબંધ રહેશે. નિયમોનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.