ગુજરાતના સામાન્ય વહીવટ વિભાગ(GAD) દ્વારા મોટાપાયે વહીવટી ફેરફાર કરવામાં આવ્યા છે.23 ઓક્ટોબર, 2026ના રોજ જારી કરાયેલા સત્તાવાર નોટિફિકેશન અનુસાર, રાજ્યના 17 સિનિયર અને યુવા IAS અધિકારીઓની બદલી તથા બઢતી સાથે નવી નિયુક્તિઓ કરવામાં આવી છે.

1. આલોક કુમાર પાંડે: આદિજાતિ વિકાસ વિભાગના સચિવ તરીકે કાર્યરત આલોક કુમાર પાંડેને મહેસૂલ વિભાગમાં રાહત કમિશનર અને એક્સ ઓફિસિયો સચિવનો વધારાનો હવાલો સોંપાયો છે.

2. જી.ટી. પંડ્યા: શિક્ષણ વિભાગના અધિક સચિવ જી.ટી. પંડ્યાની માહિતી નિયામક, ગાંધીનગર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

3. ગૌરાંગભાઈ એચ. મકવાણા: ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ, મહેસાણાના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કાર્યરત ગૌરાંગ મકવાણાને ઇન્ડેક્સ્ટ-બી, ગાંધીનગરના મેનેજિંગ ડિરેક્ટરનો વધારાનો હવાલો સોંપાયો છે.

4. એસ.કે. પ્રજાપતિ: મહેસાણાના કલેકટર એસ.કે. પ્રજાપતિની ગ્રામ વિકાસ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

5. ડૉ. હર્ષિત પૃથ્વીરાજ ગોસાવી: કાયદા અને વ્યવસ્થા સંબંધિત ગૃહ વિભાગના અધિક સચિવ ડૉ. હર્ષિત ગોસાવીને મહેસાણાના કલેક્ટર તરીકે મૂકવામાં આવ્યા છે.

6. પ્રવીણ ચૌધરી: આણંદના કલેક્ટર પ્રવીણ ચૌધરીની ધોલેરા SIR અને માંડલ-બેચરાજી SIRના સ્પેશિયલ પ્રોજેક્ટના મુખ્ય કાર્યપાલક અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમની જગ્યાએ ડૉ. કુલદીપ આર્યાનો વધારાનો હવાલો રહેશે.

7. એમ.જે. દવે: બનાસકાંઠા-પાલનપુરના જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવેની વાવ-થરાદના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

8. ઉત્સવ ગૌતમ: કચ્છ-ભુજના જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમની આણંદના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

9. સી.સી. કોટક: અમદાવાદ સ્થિત સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થાના (SPIPA) ડેપ્યુટી ડિરેક્ટર જનરલ સી.સી. કોટકને સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ રૂરલ ડેવલપમેન્ટ (SIRD), અમદાવાદના સ્પેશિયલ ડિરેક્ટર તરીકે મૂકવામાં આવ્યા છે.

10. રામ નિવાસ બુગાલિયા: તાપીના જિલ્લા વિકાસ અધિકારી રામ નિવાસ બુગાલિયાની બનાસકાંઠા-પાલનપુરના જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.

11. અતિરાગ ચપલોત: વલસાડના જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતની કચ્છ-ભુજના જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.

12. સચિન કુમાર: છોટાઉદેપુરના જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારને ગૃહ વિભાગના કાયદા અને વ્યવસ્થા વિભાગમાં ઉપસચિવ તરીકે મૂકવામાં આવ્યા છે.

13. વંદના મીના: મહીસાગર ખાતે આદિજાતિ વિસ્તાર પેટા યોજનાના પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર વંદના મીનાની વલસાડના જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.

14. રાજેશ કુમાર મૌર્ય: તાપી જિલ્લાના સોનગઢ ખાતે TASPના પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર રાજેશ કુમાર મૌર્યની અમરેલીના જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.

15. સ્વપ્નિલ મહાદેવ સિસલે: નવસારી જિલ્લાના વાંસદા ખાતે TASPના પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર સ્વપ્નિલ મહાદેવ સિસલેની તાપીના જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.

16. ઓમકાર રાજેન્દ્ર શિંદે: છોટાઉદેપુર ખાતે TASPના પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર ઓમકાર રાજેન્દ્ર શિંદેની છોટાઉદેપુરના જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.

17. બી.એન. પટેલ: ગુજરાત ગેસ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બી.એન. પટેલને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડિરેક્ટર જનરલ તરીકે નિમણૂક માટે મૂકવામાં આવ્યા છે.