ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની શ્રીમતી જે.બી.મોદી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે મોમ્સ ઓફ ભરૂચ દ્વારા એમિકસ ઇન્ટરનેશનલ સ્કૂલ-ભરૂચના સહયોગથી નિઃશુલ્ક સ્તન કેન્સર સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહિલાઓના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને સમયસર તપાસનું મહત્વ સમજાવવાના ઉમદા હેતુથી ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે મોમ્સ ઓફ ભરૂચ દ્વારા એમિકસ ઇન્ટરનેશનલ સ્કૂલ-ભરૂચના સહયોગથી નિઃશુલ્ક સ્તન કેન્સર સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પહેલનો મુખ્ય હેતુ મહિલાઓમાં સ્તન સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવાનો, નિયમિત તપાસ માટે પ્રોત્સાહિત કરવાનો તેમજ સમયસર નિદાનના મહત્વ વિશે સમજ આપવાનો હતો. જેમાં ONGC, CISF તથા અંકલેશ્વરની આશરે 30 મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ બ્રેસ્ટ સ્ક્રીનિંગનો લાભ લીધો હતો.
આ પ્રસંગે જે.બી.મોદી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલના કેન્સર સેન્ટરના અનુભવી ડૉ. ભૂમિકા પંચાલ અને તબીબી સ્ટાફ દ્વારા જરૂરી માર્ગદર્શન તેમજ સહયોગ આપવામાં આવ્યો હતો. મોમ્સ ઓફ ભરૂચ દ્વારા હોસ્પિટલના તબીબી સ્ટાફ, સહયોગીઓ અને તમામ સહભાગી મહિલાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
મોમ્સ ઓફ ભરૂચ અને એમિકસ ઇન્ટરનેશનલ સ્કૂલની આ પહેલ મહિલાઓના સ્વાસ્થ્ય, સશક્તિકરણ અને સામાજિક જાગૃતિની દિશામાં સતત કાર્યરત રહેતા પ્રશંસનીય પગલું બની રહી છે.
