અંકલેશ્વર જીઆઇડીસી પોલીસને નશીલા પદાર્થોની હેરાફેરી સામે મોટી સફળતા મળી છે. વૈભવી થાર કારમાં એમ.ડી. ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવતી હોવાનો પર્દાફાશ કરી પોલીસે એમ.ડી. ડ્રગ્સ અને ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે.

પોલીસે આ મામલે અંકલેશ્વરના પીરામણનાકા ખાતે રહેતા રહેમત હનીફ પઠાણ, જીતાલી ખાતે રહેતા ઔરંગઝેબ મુખ્તાર અલી શેખ અને મીરા નગર ખાતે રહેતા રિતેશ મંડલની ધરપકડ કરી છે.આ કાર્યવાહી દરમિયાન પોલીસે એમ.ડી. ડ્રગ્સ, ગાંજો, થાર કાર અને બાઈક સહિત કુલ અંદાજે રૂ.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
વૈભવી થાર કારમાં નશીલા પદાર્થોની હેરાફેરીનું નેટવર્ક ચાલતું હોવાની વિગતો સામે આવતા પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. આ નશાના કારોબારમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.
