ભરૂચના દહેજમાં રિલાયન્સ ગેટ નંબર-4 નજીક ટેન્કરની અડફેટે બાઈક પર સવાર મહિલા ડોક્ટરનું મોત નીપજ્યું હતું. અકસ્માત સમયે મહિલા પોતાના પતિ સાથે બાઈક પર જઈ રહી હતી. પતિની નજર સામે જ પત્નીનું અકસ્માતમાં મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

બિંદુદેવી સંજુ મિશ્રા નામની મહિલા ડોક્ટર પોતાના પતિ સાથે બાઈક પર જઈ રહી હતી. તે દરમિયાન ટેન્કરે બાઈકને અડફેટે લેતાં મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમનું મોત નીપજ્યું હતું.અકસ્માત બાદ ટેન્કરચાલક વાહન સ્થળ પર જ મૂકીને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં દહેજ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
