ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
નગર સેવા સદન દ્વારા આયોજન
સ્વદેશી મેળાનું આયોજન કરાયું
50 સ્ટોલ ઉભા કરાયા
ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત
ભરૂચ નગરપાલિકા અને ગુજરાત શહેરી આજીવિકા મિશનના સંયુક્ત ઉપક્રમે જૂની મામલતદાર કચેરી સામે આવેલા મોચન હનુમાન મંદિરે સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે
ભરૂચ નગરપાલિકા અને ગુજરાત શહેરી આજીવિકા મિશનના સંયુક્ત ઉપક્રમે ભરૂચમાં સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જૂની મામલતદાર કચેરી સામે આવેલા સંકટમોચન હનુમાન મંદિરના પટાંગણમાં યોજાયેલા મેળાનો ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને ગુજરાત અર્બન લાઈવલીહુડ મિશનના ડાયરેક્ટર મહેશ જાની અને કલેક્ટર ડો.નવનાથ ગવહાણે સહિતના મહાનુભાવોના હસ્તે રીબીન કાપીને શુભારંભ કરવામાં આવ્યો હતો.
મહિલાઓને સ્વરોજગાર તરફ પ્રોત્સાહિત કરી આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવાના હેતુથી યોજાયેલા આ મેળામાં કુલ 50 સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. તહેવારોના દિવસોમાં સ્થાનિક મહિલાઓ અને શહેરી ફેરિયાઓ ને પોતાના ઉત્પાદનોના વેચાણ માટે યોગ્ય બજાર મળી રહે તેમજ તેમની આવકમાં વધારો થાય તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે.
સ્વદેશી મેળામાં મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવતી વિવિધ બનાવટો અને સ્થાનિક ઉત્પાદનોના વેચાણ માટે તક ઊભી કરવામાં આવી છે. સાથે જ શહેરી ફેરિયાઓને પણ પોતાના વ્યવસાયને આગળ વધારવા અને ગ્રાહકો સુધી પહોંચવા માટે મંચ પૂરું પાડવામાં આવ્યું છે.આ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા, ઉપપ્રમુખ રચિતા મોદી, કારોબારી સમિતિના ચેરમેન પ્રજ્ઞેશ પટેલ, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન વિજય મકવાણા, મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ, હેમેન્દ્ર પ્રજાપતિ સહિત વિવિધ સમિતિના ચેરમેનો, નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
