ધી અંકલેશ્વર તાલુકા કો.ઑ. પરચેઝ એન્ડ સેલ યુનિયન દ્વારા એપીએમસીની બાજુમાં જીન કમ્પાઉન્ડ ખાતે રાહત દરે ફટાકડા વેચાણ ના સ્ટોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

ધી અંકલેશ્વર તાલુકા કો.ઑ. પરચેઝ એન્ડ સેલ યુનિયન દ્વારા છેલ્લા 11 વર્ષ થી દિવાળી પર્વ માં ફટાકડા નું વેચાણ રાહત દરે કરવામાં આવે છે.ત્યારે આજરોજ એપીએમસી ની બાજુમાં આવેલ જૂની જીન કમ્પાઉન્ડ ખાતે રાહત દરે ફટાકડા સ્ટોલનું ભરૂચ ડીસ્ટ્રીક બેંકના કંસલ્ટન્ટ રજનીકાંત રાવલના હસ્તે રાહત દરે ફટાકડા સ્ટોલનું ઉદ્ઘાટન કરી સ્ટોલ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

આ પ્રસંગે એપીએમસી ના ચેરમેન મુકેશભાઈ પટેલ.અંકલેશ્વર તાલુકા કો.ઑ. પરચેઝ એન્ડ સેલ યુનિયન ના ચેરમેન ભરત પંડ્યા. વાઇસ ચેરમેન અજીત પટેલ. સહકારી આગેવાન કરશનભાઈ પટેલ. ઇકબાલ ગોરી સંસ્થાના મેનેજર શબ્બીર પટેલ અને એપીએમસી ના સેક્રેટરી ભાસ્કર ભટ્ટ સહીત સભાસદો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
