અંકલેશ્વર રેલવે સ્ટેશન પર યોજાયો કાર્યક્રમ

ટ્રેનને સ્ટોપેજ ફાળવાયુ

વલસાડ વડનગર ટ્રેનને સ્ટોપેજ અપાયું

સાંસદ મનસુખ વસાવાએ પ્રસ્થાન કરાવ્યું

ઉત્તર ગુજરાત તરફ જતા મુસાફરોને રાહત

અંકલેશ્વર રેલવે સ્ટેશન પર વલસાડ-વડનગર સુપરફાસ્ટ ટ્રેનને સ્ટોપેજ ફળવાતા સાંસદ મનસુખ વસાવાએ લીલીઝંડી આપી ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યું હતું

અંકલેશ્વર રેલવે સ્ટેશન પર વલસાડ-વડનગર સુપરફાસ્ટ ટ્રેનને સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ લીલીઝંડી બતાવી ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યું હતું. ટ્રેનને સ્ટોપેજ મળતાં અંકલેશ્વર અને ભરૂચના મુસાફરોને અમદાવાદ તથા મહેસાણા જવા માટે વધુ સુવિધા મળશે.

ઔદ્યોગિક હબ તરીકે ઓળખાતા અંકલેશ્વરમાં ઉત્તર ગુજરાતના અનેક લોકો વસવાટ કરે છે. આ લોકોને ઉત્તર ગુજરાત તરફ મુસાફરી કરવામાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને વલસાડ-વડનગર સુપરફાસ્ટ ટ્રેનને અંકલેશ્વર ખાતે સ્ટોપેજ આપવાની માંગ કરવામાં આવી હતી. હવે આ સ્ટોપેજ મળતાં દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાત તરફ મુસાફરી કરતા લોકોને તેનો લાભ મળશે.

ખાસ કરીને અમદાવાદમાં સારવાર માટે જતા દર્દીઓ અને તેમના પરિવારજનો માટે આ સુવિધા રાહતરૂપ સાબિત થઈ શકે છે. કેન્સર સહિતના ગંભીર રોગોની સારવાર માટે અમદાવાદ જતા દર્દીઓ ટ્રેનના સમયપત્રકને અનુકૂળ મુસાફરી કરી એક જ દિવસમાં સારવાર લઈને પરત ફરી શકે તેવી શક્યતા ઊભી થશે.આ પ્રસંગે રેલવે વિભાગના ડી.આર.એમ. રાજુ ભડકે, નોટિફાઇડ એરિયા ભાજપ પ્રમુખ જય તેરૈયા, જશુ ચૌધરી સહિતના આગેવાનો અને રેલવે વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.