અંકલેશ્વર-વાલિયા રોડ પર માર્ગની ચાલી રહેલી કામગીરી દરમિયાન ગુજરાત ગેસની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતાં ભારે દોડધામ મચી હતી. પાઇપલાઇનમાં ભંગાણના કારણે પ્રેશર સાથે ગેસ બહાર નીકળવા લાગ્યો હતો, જેના દ્રશ્યો પણ સામે આવ્યા હતા.ઘટનાની જાણ થતાં જ ડી.પી.એમ.સી.ના ફાયર ફાયટરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને જરૂરી કામગીરી હાથ ધરી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.
બીજી તરફ ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.ગેસ લાઇનમાં ભંગાણ સર્જાતાં આસપાસના વિસ્તારમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. સાથે જ માર્ગ પર વાહન વ્યવહારને પણ અસર પહોંચી હતી. ઘટનાને પગલે તંત્ર અને ગેસ કંપનીના અધિકારીઓ દ્વારા પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા કામગીરી હાથ ધરવામાં આવી હતી.
