વોર્ડ નં. 27ના કથિત રૂ.19 લાખના તોડકાંડ મામલે રાજકારણ ગરમાયું

આમ આદમી પાર્ટી દ્વારા એસીબીમાં લેખિત રજૂઆત 

એસીબી પીઆઈ પોતે ફરિયાદી બની તપાસ કરે તેવી માંગ

40 જેટલા પત્રકારો સામેની ફરિયાદ મુદ્દે AAPના ભાજપ પર આકરા પ્રહાર

મીડિયાનો અવાજ દબાવવોએ લોકશાહીના ચોથા સ્તંભ પર હુમલો : આપ

સુરતના વોર્ડ નંબર 27માં ગેરકાયદે બાંધકામ મુદ્દે થયેલા કથિત 19 લાખ રૂપિયાના તોડકાંડ અને વાયરલ ચેટને લઈને શહેરનું રાજકારણ ભારે ગરમાયું છે. આ સમગ્ર મામલે હવે આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરીને તપાસની માંગ કરી છે.

સુરતના વોર્ડ નંબર 27માં ગેરકાયદે બાંધકામ મુદ્દે થયેલા કથિત 19 લાખ રૂપિયાના તોડકાંડ અને વાયરલ ચેટને લઈને શહેરનું રાજકારણ ભારે ગરમાયું છે. આ સમગ્ર મામલે હવે આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી છે.

આમ આદમી પાર્ટીના કાઉન્સિલરો અને નેતાઓએ સુરત ACB કચેરી ખાતે પહોંચીને આ કથિત તોડકાંડની નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે લેખિતમાં રજૂઆત કરી છે. AAP દ્વારા આ ગંભીર પ્રકરણમાં ACBના પોલીસ ઇન્સ્પેક્ટર પોતે ફરિયાદી બનીને તપાસ હાથ ધરે અને તોડકાંડમાં સંડોવાયેલા તમામ જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

બીજી તરફ, આ વિવાદનો અહેવાલ પ્રસારિત કરનારા 40 જેટલા પત્રકારો સામે થયેલી ફરિયાદ અને નોટિસની ચીમકી મુદ્દે પણ આમ આદમી પાર્ટીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે.AAP એ આક્ષેપ કર્યો છે કે ભ્રષ્ટાચારની તપાસ કરવાને બદલે ભાજપ મીડિયાનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, જે લોકશાહીના ચોથા સ્તંભ પર સીધો હુમલો છે.AAPએ આગામી દિવસોમાં પણ આ મુદ્દે પોતાની લડત ચાલુ રાખવાની જાહેરાત કરી છે.