ભરૂચ કલેકટરને કરાય રજુઆત

આવેદનપત્ર પાઠવાયું

વમલેશ્વર ગામના રહીશોની રજુઆત

હોડીઘાટ મુદ્દે રજુઆત કરવામાં આવી

હરાજી ઓફલાઇન કરવા માંગ

ભરૂચના હાંસોટના વમલેશ્વર ગામના રહીશોએ હોળીઘાટની હરાજીના મુદ્દે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદન આપી રજૂઆત કરી છે.

ભરૂચના હાંસોટના વમલેશ્વર ગામના રહીશોએ હોળીઘાટની હરાજીના મુદ્દે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદન આપી રજૂઆત કરી છે. અગાઉ 87 લાખ રૂપિયાના ટેન્ડરની પ્રક્રિયા ચાલતી હતી, પરંતુ નવા દસ્તાવેજોના મુદ્દે ક્વોલિફાય ન થઈ શકતા અને અગાઉના ઈજારેદારે રાજીનામું આપ્યા બાદ જિલ્લા પંચાયત દ્વારા રકમમાં ફેરફાર કરી 26 લાખ અને ત્યારબાદ 31 લાખ સુધી પહોંચ્યા બાદ ટેકનિકલ કારણોસર પ્રક્રિયા અટકી હતી.

જેટી લોકાર્પણ સમયે જાહેરાત કરાઈ હતી કે, હરાજીમાંથી આવતી રકમના 50 ટકા હિસ્સો ગામની પરિક્રમાની સુવિધા પાછળ વાપરવામાં આવશે. જો ઓછી રકમ પર હરાજી થાય તો ગામ પંચાયત અને પરિક્રમાની સુવિધાઓમાં અભાવ રહેવાની સાથે જિલ્લા પંચાયત અને સરકારની તિજોરીને પણ નુકસાન થાય તેમ છે. આથી યોગ્ય અને લાયક ઈજારેદારો વધુ રકમ ભરી શકે તે માટે હરાજી ફરીથી ઓફલાઇન પદ્ધતિથી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે.