ખ્રિસ્તી કબ્રસ્તાનમાંથી મળ્યું હતું માથા વગરનું નગ્ન ધડ
જ્યારે અલકાપુરી રેલવે ટ્રેક પરથી માથું બારામદ કરવામાં આવ્યું
રૂ.30 હજારની લેતીદેતીમાં મિત્રએ જ કરી મિત્રની ક્રૂર હત્યા
પોલીસે આરોપીઓની ધરપકડ કરીને જેલ ભેગો કર્યો
મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ શરૂ કરવામાં આવી
સુરતના કતારગામ કબ્રસ્તાનમાંથી માથા વગરનું નગ્ન ધડ નળી આવ્યું હતું, જ્યારે અલકાપુરી રેલવે ટ્રેક પરથી માથું બારામદ કરવામાં આવ્યું હતું,પોલીસે આ ચકચારી ઘટનાનો ભેદ ઉકેલીને આરોપીની ધરપકડ કરી હતી.
સુરતના કતારગામ વિસ્તારમાંથી એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. ખ્રિસ્તી કબ્રસ્તાનમાંથી એક અજાણ્યા યુવકનું માથા વગરનું નગ્ન ધડ મળી આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી.
પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરીને ગણતરીના કલાકમાં જ આરોપી સચિત્રકુમાર નરેન્દ્ર બાલની ધરપકડ કરી હતી. મૃતક સંજય અને આરોપી બંને મૂળ ઓડિશાના વતની છે અને કતારગામ જીઆઇડીસીના એક જ કારખાનામાં સાથે કામ કરતા હતા.
પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે કે માત્ર 30 હજાર રૂપિયાના વિવાદ અને મનદુઃખના કારણે આરોપીએ સંજયને પોતાના ઘરે બોલાવી, તેના હાથ બાંધીને મટન કાપવાના કોયતાથી ગળું કાપીને હત્યા કરી નાખી હતી.
ઓળખ છુપાવવા માટે આરોપીએ ધડને કબ્રસ્તાનમાં અને કપાયેલું માથું અલકાપુરી બ્રિજ નીચે રેલવે પટરી પાસે ફેંકી દીધું હતું. પોલીસે આરોપીની નિશાન પરથી માથું કબજે કરી સ્મિમેર હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અને ડી.એન.એ.ની આગળની કાર્યવાહી હાથ ધરી છે.
