અંકલેશ્વરમાં યોજાયો કાર્યક્રમ
આમ આદમી પાર્ટી દ્વારા આયોજન
પડતર પ્રશ્ને વિરોધ પ્રદર્શન યોજાયું
પ્રાંત અધિકારીને કરાય રજુઆત
પ્રશ્નોના નિરાકરણની માંગ
અંકલેશ્વરમાં આમ આદમી પાર્ટી દ્વારા વિવિધ પ્રશ્ને વિરોધ પ્રદર્શન યોજાયું જેમાં આપના આગેવાનો અને કાર્યકરોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યુ હતું
અંકલેશ્વરમાં આમ આદમી પાર્ટી દ્વારા પ્રજાને સતાવતા વિવિધ સ્થાનિક અને જનહિતના પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. પક્ષના આગેવાનો અને કાર્યકરોએ હાથમાં બેનરો સાથે વિરોધ નોંધાવી વિવિધ પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું.
આ વિરોધ પ્રદર્શન દરમિયાન શિક્ષણ વ્યવસ્થાના પ્રશ્નો, બેરોજગારીની સમસ્યા, શહેર અને આસપાસના વિસ્તારોમાં બિસ્માર બનેલા રસ્તાઓ સહિતના મુદ્દાઓને મુખ્યત્વે ઉઠાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત ખેડૂતોને ટાવર લાઇનના કારણે પડતી મુશ્કેલીઓ અને તેમની વિવિધ રજૂઆતોનો પણ આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
ખાસ કરીને ટાવર લાઇનની કામગીરી અને તેના કારણે ખેડૂતોને ઊભી થતી સમસ્યાઓ અંગે તંત્ર દ્વારા યોગ્ય ધ્યાન આપવામાં આવે તેમજ ખેડૂતોના પ્રશ્નોનું ન્યાયસંગત નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ પ્રજાના પાયાના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની જવાબદારી તંત્રની હોવાનું જણાવી સંબંધિત વિભાગો દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી.
પ્રજાને રોજબરોજ અસર કરતા પ્રશ્નોનો વહેલી તકે ઉકેલ આવે અને નાગરિકો તથા ખેડૂતોને રાહત મળે તેવી માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું.સદર કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પિયુષ પટેલ, સંદીપ વસાવા અને વિનય વસાવા સહિતના આગેવાનો જોડાયા હતા.
