રાજપીપળા ભાજપ કમલમ કાર્યાલય ખાતે કરાયું આયોજન

ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા જિલ્લા કારોબારી બેઠક યોજાય

રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી અપાય

છેવાડાના વ્યક્તિ સુધી સરકારી યોજનાઓ પહોંચાડવા આહ્વાન

બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ, જિલ્લા ભાજપ પ્રમુખની ઉપસ્થિતિ

નર્મદા જિલ્લાના રાજપીપળા કમલમ કાર્યાલય ખાતે ભાજપ બક્ષીપંચ મોરચાની જિલ્લા કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરકારની કલ્યાણકારી યોજનાઓ સમાજના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડવા કાર્યકરોને આહ્વાન કરાયું હતું.

ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા દ્વારા નર્મદા જિલ્લાના રાજપીપળા સ્થિત ભાજપ કમલમ કાર્યાલય ખાતે જિલ્લા કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર બેઠક દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ સમાજોના શૈક્ષણિક, સામાજિક અને આર્થિક ઉત્થાન માટે અમલી બનાવવામાં આવેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

સરકારની યોજનાઓનો લાભ સમાજના છેવાડાના અને જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચે તે માટે પક્ષના આગેવાનો અને કાર્યકરોએ સક્રિય ભૂમિકા ભજવવી જોઈએ તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ નીલ રાવ, જિલ્લા ભાજપ પ્રમુખ શબ્દશરણ તડવી, બક્ષીપંચ મોરચાના જિલ્લા પ્રભારી ધવલ પટેલ, દિનેશ પટેલ તથા ભાજપના આગેવાનો, બક્ષીપંચ મોરચાના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.