અંકલેશ્વરમાં કરવામાં આવી ઉજવણી

રામકુંડ ખાતે ઉજવણી કરાય

5100 દીપ પ્રજ્વલિત કરાયા

અયોધ્યાની થીમ પર ઉજવણી

મહંત ગંગાદાસ બાપુએ પાઠવી શુભકામના

અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ પૌરાણિક રામકુંડ ખાતે પ્રકાશના પર્વ દિવાળીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દિવાળીના પર્વ નિમિત્તે રામકુંડ ખાતે 5100 દીપ પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા

અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્થક્ષેત્ર ખાતે દિવાળીના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દિવાળીની રાત્રે 5100 દીપ પ્રજ્વલિત કરી અયોધ્યાની થીમ પર દીપોત્સવી પર્વની ઉજવણી કરાઈ હતી. દીવડાઓના ઝગમગાટથી સમગ્ર રામકુંડ પરિસર રોશનીથી ઝળહળી ઊઠ્યું હતું.

ભગવાન શ્રીરામના અયોધ્યા આગમનને વધાવવા માટે આયોજિત આ દીપોત્સવમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. પૌરાણિક માન્યતા અનુસાર, ભગવાન શ્રીરામ વનવાસ દરમિયાન માતા સીતાને તરસ લાગતાં પોતાના બાણથી કુંડનું નિર્માણ કર્યું હતું, જે આજે રામકુંડ તરીકે ઓળખાય છે.આ પ્રસંગે રામકુંડના મહંત ગંગાદાસ બાપુ અને યુવા કથાકાર પ્રીયાંશુ મહારાજે નગરજનોને દિવાળીના પર્વની શુભકામનાઓ પાઠવી હતી. 5100 દીપના પ્રકાશથી રામકુંડ ખાતે ભક્તિ અને આસ્થાનો અનોખો માહોલ સર્જાયો હતો.