ભરૂચની દહેજ પોલીસે વડદલા ગામ નજીક મેહાલી ચોકડી ખાતેથી દેશી હાથ બનાવટનો તમંચો અને એક જીવતા કારતૂસ સાથે બિહારના 26 વર્ષીય ગૌતમકુમાર મંડલને ઝડપી પાડ્યો છે.દહેજ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ઝાલાને મળેલી બાતમીના આધારે પોલીસે સ્થળ પર તપાસ હાથ ધરી હતી. દરમિયાન શંકાસ્પદ શખ્સની તલાશી લેતા તેની પાસેથી એક દેશી તમંચો અને જીવતું કારતૂસ મળી આવ્યું હતું.પોલીસ પૂછપરછમાં આરોપીએ હથિયાર રાખવાનો શોખ હોવાથી પોતાના વતન બિહારથી તમંચો લાવ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે કુલ રૂ.10,100નો મુદ્દામાલ કબજે કરી આર્મ્સ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.