ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
જલારામ જયંતીની કરવામાં આવી ઉજવણી
227મી જલારામ જયંતીની ઉજવણી
ભંડારા સહિતના કાર્યક્રમો યોજાયા
ભાવિકભક્તોએ લીધો લાભ
ભરૂચમાં આજરોજ 227મી જલારામ જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા
ભરૂચ શહેરના વિવિધ મંદિરો ખાતે આજે 227મી જલારામ જયંતીની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભક્તોએ મંદિરોમાં પહોંચી જલારામ બાપાની પૂજા-અર્ચના કરી ધન્ય અનુભૂતિ કરી હતી.
કસક વિસ્તારમાં આવેલ જલારામ મંદિર સહિત શહેરના અન્ય મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિશેષ આરતી, ભજન-કીર્તન અને સત્સંગના કાર્યક્રમો યોજાયા હતા.
જલારામ બાપાના ભક્તોએ ભક્તિમય માહોલમાં ભાગ લઇ આત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો.આ ઉપરાંત વિવિધ સ્થળોએ ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સેંકડો ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.સમગ્ર શહેરમાં ભક્તિમય માહોલમાં જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.
