અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
ઉદ્યોગ મંડળ દ્વારા આયોજન કરાયુ
સ્નેહમિલન સમારોહ યોજાયો
નવા વર્ષની શુભકામના પાઠવાઈ
હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉદ્યોગ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ના ઉદ્યોગો વચ્ચે પરસ્પર સ્નેહ, સહકાર અને ઔદ્યોગિક વિકાસની શુભેચ્છાઓની આપ-લે કરવાના આશયથી અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિક્રમ સંવત ૨૦૮૩ના નૂતન વર્ષના પ્રારંભે યોજાયેલા આ સમારોહમાં અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના સભ્ય ઉદ્યોગોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. સમારોહ દરમિયાન ઉપસ્થિત ઉદ્યોગકારોએ એકબીજાને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી અને ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસ, પરસ્પર સહયોગ તથા ઉદ્યોગોની પ્રગતિ અંગે સ્નેહભર્યા વાતાવરણમાં વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું.
અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ઉદ્યોગજગતના સભ્યો વચ્ચે એકતા, સંવાદિતા અને સહકારની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, મંત્રી નિલેશ પટેલ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા
