ભરૂચના જુના તવરા ગામે નવનિર્માણ પામેલ ખપ્પર જોગણી માતાજીના મંદિરનો ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. તવરા પાંચ દેવી મંદિરથી માતાજીની શોભા યાત્રા યોજાય હતી.

આ શોભાયાત્રા જૂના તવરા ગામના મુખ્ય માર્ગો પર ફરી ખપ્પર જોગણી માતાજીના મંદિરે પહોંચી હતી. ત્યારબાદ નવનિર્માણ પામેલ મંદિર ખાતે વિધિવત રીતે પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શ્રીફળ હવન અને મહાપ્રસાદી સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા હતા. આ પ્રસંગે જુના તવરા ગામના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચના જુના તવરા ગામે નવનિર્માણ પામેલ ખપ્પર જોગણી માતાજીના મંદિરે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રીફળ હવન અને મહાપ્રસાદી સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા હતા.