ગત 18 તારીખના રોજ આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીનગર ખાતે એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમુક અસામાજિક તત્વો દ્વારા સભા દરમિયાન વિઘ્નો ઉભું કરવાના આશયથી સભામાં ડીજે વગાડવાનું શરૂ કરતાં પોલીસ દ્વારા બંધ કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ સભાના સ્ટેજ ઉપર ચઢવાની કોશિશ કરવામાં આવી અને બાદમાં પબ્લિક વચ્ચે ઉશ્કેરાટનો માહોલ ઉભો કરી પથ્થરમારો જેવી ઘટનાને અંજામ આપવામાં આવી હતી. આવા હીન કૃત્ય સામે આમ આદમી પાર્ટી ગંભીર છે અને પ્રજાના જાનમાલ નુકસાન અને શાંત એવા ગાંધીનગરને વાતાવરણ ડહોળવાનો ભાજપ પ્રેરિત પ્રયત્નને આમ આદમી પાર્ટીએ વખોડી હતી.
આ અંગે પાર્ટી તરફથી ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમા ચૌધરી, પ્રદેશ નેતા મહેશ સવાણી અને પ્રદેશ સંગઠન મંત્રી અમદાવાદ ઝોન હસમુખ પટેલ દ્વારા ગાંધીનગર એસ.પી. મયુર ચાવડા સાથે મુલાકાત કરવામાં આવી હતી અને આવેદનપત્ર આપી સમગ્ર ઘટના અંગે વિસ્તારપૂર્વક માહિતગાર કરી ભવિષ્યમાં આવી અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્તની માંગણી કરવામાં આવી.
