ડાંગ જિલ્લાની ખેતીને સંપુર્ણ રસાયણ મુકત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ‘આત્મા પ્રોજેક્ટ’ હેઠળ પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોને પ્રોત્સાહક નાણાકીય સહાય આપવામા આવી રહી છે. આ માટે i-khedut પોર્ટલ પર ખેડુતો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામા આવે છે.
જે ખેડુતો આ યોજના અંતર્ગત ગૌમુત્ર અને છાણનો ઉપયોગ કરીને પોતાના ખેતી પાકોનું પોષણ કરે છે, તેમજ વનસ્પતિ જન્ય અર્કનો ઉપયોગ કરીને ખેતી પાકોનુ રોગ જિવાતથી રક્ષણ કરીને જેટલા વિસ્તારમા સંપુર્ણ રસાયણ મુક્ત ખેતી કરે છે, તેટલા વિસ્તાર માટે તેમને પ્રતિ ગુંઠા રૂપિયા ૫૦/- મુજબ ઓછામા ઓછી ૧૦૦૦/- રૂપિયા અને વધુમા વધુ ૧૦૦૦૦/- રૂપિયાની રોકડ સહાય ખેડુતોને તેના બેંક ખાતામા જમા આપવામા આવે છે. આ ખેડુતો રવિ સીઝનમા જેટલા વિસ્તારમા ખેતી પાકો વાવશે, અને પ્રાકૃતિક ખેતી કરશે તેમને તેટલા વિસ્તાર માટે રવિ સીઝનમા ફરીથી આજ પ્રમાણે સહાય ચુકવવામા આવશે. આ માટે ૧૬૦૦૦ જેટલા ખેડુતોની અરજીઓ આત્મા પ્રોજેક્ટની કચેરીને મળી છે. જે પૈકી ૮ર૬૮ ખેડુતોને રૂપિયા ૪પ૬.૦૦ લાખની સહાય ચુકવવામા આવી છે. બાકીના ખેડુતોને સહાય ચુકવવા માટે અરજીઓની ચકાસણીનુ કામ ચાલી રહ્યું છે. આ સિવાય પ્રાકૃતિક કૃષિ માટે જિલ્લાના ૩૦૨૨ ખેડુતોને ગાય નિભાવ ખર્ચમા મહીને ૯૦૦/- રૂપિયા સહાય પણ આપવામા આવે છે. ખેડુતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે આધુનિક જૈવ તાંત્રિકતાની તાલીમો ‘આત્મા પ્રોજેક્ટ’ મારફત આપવામા આવી છે. જિલ્લાની તમામ ૭૦ ગ્રામ પંચાયત કક્ષાએ ત્રણ ત્રણ વાર અલગ અલગ ગામોમા તા.૧૩/૦૭/૨૦૨૧ થી તા.૧૬/૦૯/૨૦૨૧ દરમ્યાન કુલ ૨૧૪ તાલીમો કરીને ૧૧૭૪૨ ખેડુતોને તાલીમ આપવામા આવી છે. રાજ્યના અન્ય જિલ્લાના પ્રાકૃતિક ખેતી જિલ્લા સંયોજકો કે જેઓ પોતે ધણા વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરે છે તેઓને ડાંગ જિલ્લામા બોલાવીને ચાર ચાર દિવસ રોકાઇને ખેડુતોને પ્રાકૃતિક ખેતીની તાલીમો આવી છે.
