46 વર્ષીય બોલિવૂડ એક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટા સરોગસીની મદદથી જોડિયા બાળકોની માતા બની છે. પ્રીતિએ સો.મીડિયામાં આ ન્યૂઝ શૅર કર્યા હતા. પ્રીતિએ પતિ સાથેની તસવીર શૅર કરીને આ વાત કહી હતી. પ્રીતિને દીકરી જિયા તથા દીકરો જય છે.પ્રીતિએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘હેલ્લો, હું આજે તમારી સાથે એક ન્યૂઝ શૅર કરવા માગું છું. જીન તથા હું જય ઝિન્ટા ગુડઇનફ તથા જિયા ઝિન્ટ ગુડઇનફને અમારા પરિવારમાં સામેલ કરીને ઘણા જ ખુશ છીએ. અમારા જીવનના આ નવા તબક્કા અંગે ઘણા જ ઉત્સાહી છીએ. ડૉક્ટર્સ, નર્સ તથા અમારા સરોગેટનો ઘણો જ આભાર. બહુ જ બધો પ્રેમ. જીન, પ્રીટિ, જય તથા જિયા.’પ્રીટિએ 2016માં જીન ગુડઇનફ સાથે અમેરિકામાં લગ્ન કર્યા હતા. આ લગ્ન પ્રાઇવેટ સેરેમની દરમિયાન થયા હતા. જીન ફાઈનાન્શિયલ એનાલિસ્ટ છે.
46 વર્ષીય પ્રીતિ ઝીન્ટા સરોગસીની મદદથી જોડિયા બાળકોની માતા બની,ટ્વીટ કરી આપી જાણકારી
પ્રીતિએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'હેલ્લો, હું આજે તમારી સાથે એક ન્યૂઝ શૅર કરવા માગું છું.
