આજે ડો. ભીમરાવ આંબેડકર નિર્માણ દિવસ નિમિત્તે જામનગર શહેરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેર ભાજપ દ્વારા ડો. ભીમરાવ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી.આજે દેશભરમાં ડો. ભીમરાવ આંબેડકરના નિર્માણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે જામનગરમાં પણ શહેર ભાજપ દ્વારા લાલ બંગલા-જામનગર મહાનગરપાલિકાના પટાંગણ ખાતે ડો. ભીમરાવ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતા. ભાજપ પ્રમુખ વિમલ કગથરા અને મેયર બિના કોઠારી તેમજ ભાજપના કાર્યકર્તા સહિતનાઓએ ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતા. જય ભીમના નારા સાથે બાબાસાહેબ આંબેડકરને યાદ કરાયા હતા. આ પ્રસંગે ભાજપ પ્રમુખ વિમલ કગથરા, મેયર બિના કોઠારી, પૂર્વ ધારાસભ્ય લાલજી સોલંકી, મેઘજી ચાવડા સહિત મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
જામનગર : જય ભીમના નારા સાથે ડો. ભીમરાવ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી શ્રધ્ધાંજલિ પાઠવાય…
આજે ડો. ભીમરાવ આંબેડકર નિર્માણ દિવસ નિમિત્તે જામનગર શહેરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170