જમ્મુ કાશ્મીરના શોપિયામાં આજે સવારે આતંકીઓ સાથેના એન્કાઉન્ટરમાં ભારતીય સેનાના બે જવાન શહીદ થયા છે. શોપિયામાં આતંકીઓ છુપાયા હોવાની બાતમી મળતા સુરક્ષા દળો સજ્જ થયા હતા અને આતંકીઓ જ્યાં છુપાયા હતા તે વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો. આ દરમિયાન આતંકીઓએ પણ સુરક્ષા દળના જવાનો પર ગોળીબાર કર્યો હતો જેમાં 2 જવાન શહીદ થયા હતા.

ભારતીય સેનાએ પણ બરાબરનો ગોળીબાર કરીને 2 આતંકીને ઠાર કર્યાં હતા. આ એન્કાઉન્ટર શોપિયાંના જેનપોરાના ચેરમાર્ગ ગામમાં થયું હતું. સુરક્ષા દળો માટે સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે.હાલ તો આતંકીઓ કયા સંગઠન સાથે જોડાયેલા છે તે જાણી શકાયું નથી. એન્કાઉન્ટર પૂરું થયા બાદ સુરક્ષા દળો અને સ્થાનિક પોલીસ તેની તપાસ કરશે.