ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝન આજથી એટલે કે 26 માર્ચથી શરૂ થઈ રહી છે. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) નવા નેતૃત્વ સાથે મેદાનમાં ઉતરશે. કોલકાતા નાઈટ રાઈડર્સની કમાન યુવા ભારતીય બેટ્સમેન શ્રેયસ અય્યર સંભાળશે. જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સની કમાન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા સંભાળશે.
ગત સિઝનની ફાઈનલ મેચ પણ આ બંને ટીમો વચ્ચે રમાઈ હતી. જે ચેન્નાઈએ ચોથું ટાઈટલ પોતાના નામે કરી લીધું હતું. નવા નેતૃત્વ સાથે બંને ટીમો 15મી સિઝનમાં સારી શરૂઆત કરવાનો પ્રયાસ કરશે. જો કે કોલકાતા અને ચેન્નાઈ બંને ટીમોએ હરાજીમાં ફરીથી તેમના કોર ગ્રુપમાંથી ખેલાડીઓને ખરીદવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ચેન્નાઈ અમુક અંશે સફળ રહી છે. કોલકાતાએ પણ નવી ટીમ બેલેન્સ શોધવી પડશે. આઈપીએલની વર્તમાન સિઝન શરૂ થાય તે પહેલા જ ચેન્નાઈ સુપર કિંગ્સને બે મોટા ઝટકા લાગ્યા છે.
