મળતી માહિતી અનુસાર, મૂળ જામનગરના અને હાલ અંકલેશ્વર તાલુકાના નવાગામ કરારવેલ ગામમાં આવેલ મહેશભાઈની વાડીમાં રહેતા ૬૨ વર્ષીય મોહનભાઈ આંબાભાઈ અકબરી ગતરોજ સાંજના સમયે પોતાની બાઈક નંબર-જી.જે.૦૫.એન.એન.૬૨૫૩ લઇ અંકલેશ્વર રાજપીપળા માર્ગ ઉપરથી પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન સારંગપુર ગામના પાટિયા પાસે પુરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા ટેમ્પો ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં વૃદ્ધ મોહનભાઈને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું અકસ્માત અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી મૃતકના મૃતદેહને અંકલેશ્વરના સરકારી દવાખાને ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.