ભારતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2,323 નવા કેસ અને 25 સંક્રમિતોના મોત થયા છે, એક્ટિવ કેસ ઘટીને 15 હજારથી ઓછા થયા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 14,996 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,24,348 પર પહોંચ્યો છે. દેશમાં 4,25,94,801 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 192,12,96,720 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 15,32,383 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું.
