અંકલેશ્વર-વાલિયા માર્ગ પર કોસમડી ગામ નજીક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. સેમ્પોલ સ્કૂલ પાસે રોડ ક્રોસ કરી રહેલા એક ઇસમને અજાણી કારે અડફેટે લેતાં ગંભીર ઈજાઓના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.અકસ્માત બાદ કારચાલક વાહન સાથે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો સ્થળ પર દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. અકસ્માતના પગલે માર્ગ પર થોડા સમય માટે  ટ્રાફિકજામ સર્જાયો હતો.પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. સાથે જ અકસ્માત સર્જી ફરાર થયેલા અજાણ્યા કારચાલકની શોધખોળ શરૂ કરી છે. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ સહિતના આધારોના આધારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.