ગુજરાતમાં આજે કોરોના વાયરસના નવા કેસોમાં આંશિક ઘટાડો થયેલો જોવા મળ્યો છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 217 કેસ નોંધાયા છે જે ગઈકાલ કરતા 27 કેસ ઓછા નોંધાયા છે.
રાજ્યમાં આજે નોંધાયેલા 217 કેસોમાં સૌથી વધુ એટલે કે લગભગ 45 થી 50 ટકા કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 97, સુરત શહેરમાં 35, વડોદરા શહેરમાં 30, સુરત જિલ્લામાં 10, ગાંધીનગર શહેરમાં 7, ભાવનગર શહેરમાં 6 કેસો નોંધાયા છે. અન્ય કેસો રાજ્યના વિવિધ શહેર-જિલ્લામાં નોંધાયા છે.
રાજ્યમાં આજે કોરોનાથી મુક્ત થઇને 130 દર્દીઓ સાજા થયા છે, રાજ્યમાં અત્યાર સુધીમાં 12,15,453 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજે એક્ટિવ કેસ 1461 થયા છે, જેમાં 5 દર્દીઓ વેન્ટિલેટર પર છે, જયારે 1456 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના કારણે એક પણ મૃત્યુ થયાના સમાચાર નથી.
