ગુજરાતમાં રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 456 કેસ નોંધાયા છે. સૌથી વધુ કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 203, સુરત શહેરમાં 86, વડોદરા શહેરમાં 38, ભાવનગર શહેરમાં અને કચ્છ-નવસારી-મહેસાણા જિલ્લામાં 13-13, વલસાડમાં 12, સુરત જિલ્લામાં 11 અને ગાંધીનગર શહેરમાં 10 કેસો નોંધાયા છે. અન્ય કેસો રાજ્યના વિવિધ શહેર-જિલ્લામાં નોંધાયા છે.
રાજ્યમાં આજે કોરોનાના 580 નવા કેસ નોંધાયા છે. ત્યાં જ 386 દર્દીઓ કોરોનાથી રિકવર થયા છે. અમદાવાદ કોર્પોરેશન 203, સુરત કોર્પોરેશન 86, વડોદરા કોર્પોરેશન 38, ભાવનગર કોર્પોરેશન 13, કચ્છ 13, મહેસાણા 13, નવસારી 13, વલસાડ 12, સુરત 11, ગાાંધીનગર કોર્પોરેશન 10, પાટણ 5, અમદાવાદ 4, આણંદ 4, ભરૂચ 4, ગાાંધીનગર 4, દેવભૂમિ દ્વારકા 3, પોરબંદર 3, વડોદરા 3, અરવલ્લી 2, ભાવનગર 2, મોરબી 2, રાજકોટ 2, સુરેન્દ્રનગર 2, અમરેલી 1, ગીર સોમનાથ 1, જામનગર કોર્પોરેશન 1, પંચમહાલમાં 1 કેસ નોંધાયા છે.
રાજ્યમાં આજે સાંજ સુધીમાં કુલ 12,372 વ્યક્તિઓનું રસીકરણ થયું છે. રાજ્યમાં રસીકરણનો કુલ આંકડો વધી રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 11,15,32,706 ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં આજે એક્ટિવ કેસનો આંકડો 3548 પર પહોંચી ગયો છે, રાજ્યમાં આજની તારીખમાં 03 દર્દી વેંટીલેટર પર છે, ત્યાં જ 3548 એક્ટિવ કેસ છે. રાજ્યમાં કુલ 3545 દર્દી સ્ટેબલ છે. રાજ્યમાં ડિસ્ચાર્જ થયેલા દર્દઓની સંખ્યા 12,19,203 છે. આ ઉપરાંત રાજ્યમાં મૃત્યુની સંખ્યા 10,947 છે.
