અંકલેશ્વરના માંડવા ગામ તળાવ ફળિયામાં રહેતા સંજુ ઉર્ફે સંજય ઠાકોર વસાવા ખેત મજુરી અને પશુ ઉછેરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે જેઓની ૧૨ પૈકી છ બકરીઓ ગતરોજ સવારે નવ કલાકે ગામમાં છોડી મૂકી હતી જે બકરીઓ પરત નહિ આવતા પશુ પાલક અને તેની માતા બકરાઓને શોધવા નીકળ્યા હતા તે દરમિયાન રોડ ફળિયામાં સ્થાનીકોએ બકરા ચોરી કારમાં લઇ જતી વેળા કારને પકડી પાડી હોવાનું જાણવા મળ્યું હતું જેથી પશુ પાલક અને તેની માતા ત્યાં જતા કારમાંથી તેઓની ત્રણ બકરીઓ અને ગામના પશુ પાલક જયેશ પાટણવાડિયાની એક મળી કુલ ૪ બકરીઓ કારમાંથી મળી આવી હતી જયારે ગ્રામજનોએ કાર થોભાવતા જ તેમાંથી ઉતરી ત્રણ જેટલા પશુ ચોરો ફરાર થઇ ગયા હતા પોલીસે ચાર બકરા અને કાર કબજે લઇ વધુ તપાસ હાથ ધરી છે.