🔴 Breaking
ભરૂચ: વડનગરથી વારાણસી સેવા સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત, આત્મીય હોલ ખાતે અભિવાદન સભા યોજાઈઅંબાજી ભાદરવી પૂનમ મહામેળા માટે તંત્ર સજ્જ: લાખો માઈભક્તોના સ્વાગત માટે મેડિકલ કેમ્પ, સેવા કેમ્પ અને સુરક્ષા વ્યવસ્થા તૈયારભરૂચ: નગર પાલિકા દ્વારા આગામી ૨૧મી સપ્ટેમ્બરના રોજ  સેવાસેતુ કાર્યક્રમ યોજાશેભરૂચ: જિલ્લામાં સાર્વત્રિક છૂટોછવાયો વરસાદ, આજે પણ વરસાદની આગાહીરાશિ ભવિષ્ય 20 સપ્ટેમ્બર , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 8 મેચોની ક્રિકેટ શ્રેણીનો રોમાંચ, 27 સપ્ટેમ્બરથી વનડે સિરીઝનો પ્રારંભ18 રાજ્યોમાં મેઘગર્જના સાથે ભારે વરસાદની આગાહી, 60 કિમીની ઝડપે પવનનું એલર્ટઅંકલેશ્વર : હેક્ષોન આર્કેડ ખાતે શ્રી વિઘ્નહર્તા દેવને છપ્પન ભોગ ધરાવાયો,મહાપ્રસાદીનો લ્હાવો લેતા ભક્તોભરૂચ: વડનગરથી વારાણસી સેવા સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત, આત્મીય હોલ ખાતે અભિવાદન સભા યોજાઈઅંબાજી ભાદરવી પૂનમ મહામેળા માટે તંત્ર સજ્જ: લાખો માઈભક્તોના સ્વાગત માટે મેડિકલ કેમ્પ, સેવા કેમ્પ અને સુરક્ષા વ્યવસ્થા તૈયારભરૂચ: નગર પાલિકા દ્વારા આગામી ૨૧મી સપ્ટેમ્બરના રોજ  સેવાસેતુ કાર્યક્રમ યોજાશેભરૂચ: જિલ્લામાં સાર્વત્રિક છૂટોછવાયો વરસાદ, આજે પણ વરસાદની આગાહીરાશિ ભવિષ્ય 20 સપ્ટેમ્બર , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 8 મેચોની ક્રિકેટ શ્રેણીનો રોમાંચ, 27 સપ્ટેમ્બરથી વનડે સિરીઝનો પ્રારંભ18 રાજ્યોમાં મેઘગર્જના સાથે ભારે વરસાદની આગાહી, 60 કિમીની ઝડપે પવનનું એલર્ટઅંકલેશ્વર : હેક્ષોન આર્કેડ ખાતે શ્રી વિઘ્નહર્તા દેવને છપ્પન ભોગ ધરાવાયો,મહાપ્રસાદીનો લ્હાવો લેતા ભક્તો
Featured

જામનગર : નાના બાળકોની બાપ્પા પ્રત્યે અપાર શ્રદ્ધા, માટીની પ્રતિમાના સ્થાપન સાથે ગણપતિ પંડાલ બનાવ્યો…

દેશભરમાં ગણેશ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ઠેર ઠેર રીતભાત અને શણગાર દ્વારા ભગવાન ગણેશની વિવિધ પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે

ભારતનું ભવિષ્ય ગણાતા બાળકો ધારે તો શું ન કરી શકે, ત્યારે જામનગર ખાતે નાના બાળકોએ કમાલ કરી બતાવી છે. બાળકોએ બનાવેલો ગણપતિ પંડાલ જોઈ મોટા લોકો પણ મોમાં આંગળા નાખી રહ્યા છે. દેશભરમાં ગણેશ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ઠેર ઠેર રીતભાત અને શણગાર દ્વારા ભગવાન ગણેશની વિવિધ પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે. વાત કરીએ, તો જામનગરના સત્ય સાઈ નગર ખાતે આવેલ મહાદેવ ચોક નજીક નાના ભૂલકાઓએ સોસાયટીના ઘરોમાંથી ફાળો એકત્ર કરી માટીના ગણેશનું સ્થાપન કર્યું છે. ગણેશ ઉત્સવની ઉજવણી દ્વારા મોટાઓ માટે અનેરૂ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

સત્ય સાંઈ નગરના આ નાના બાળકોએ ઘરે ઘરે ફરી રૂપિયા 6 હજાર જેટલો ફાળો એકત્ર કર્યો હતો. જેમાં રૂપિયા 3 હજારની કિંમતની POP (પીઓપી) નહીં, પરંતુ માટીના ગણેશની પ્રતિમા લાવી સ્થાપન કર્યું છે. 5 દિવસ સુધી રોજ સવારે અને સાંજે ગણેશજીની પૂજા-અર્ચના અને આરતી કરી પ્રસાદ વહેંચવામાં આવે છે. બાળકોના આ કાર્યને જોતા સોસાયટીના વડીલો અને બહેનો પણ મદદે આવી આ ઉત્સવમાં જોડાય પ્રોત્સાહન પૂરું પાડ્યું છે.

આ તકે શ્રી સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો. ઓપરેટિવ સોસાયટી તેમજ શ્રી સરસ્વતી શિશુ મંદિર વિભાપર દ્વારા નાના બાળકોના કાર્યને બિરદાવવામાં આવ્યો હતો. સાથે જ બાળકોનો ઉત્સાહ વધારવા ભારત માતાની પ્રતિમા અને સ્વામી વિવેકાનંદના જીવન ઉપદેશના પુસ્તક આપીને સન્માન કરવામાં આવ્યું હતું.