ગૂગલે ભારતમાં તેનું નવું ક્રોમકાસ્ટ લોન્ચ કર્યું છે. ગૂગલ ટીવી (એચડી) ને ગૂગલના નવા ક્રોમકાસ્ટ સાથે સપોર્ટ કરવામાં આવ્યો છે.ફ્લિપકાર્ટના બિગ બિલિયન ડેઝ સેલમાં ગૂગલનું નવું ક્રોમકાસ્ટ વેચવામાં આવશે. નવા ક્રોમકાસ્ટને ફરીથી ડિઝાઇન કરાયેલ HDMI કનેક્ટર સાથે રજૂ કરવામાં આવ્યું છે. આ સિવાય આ Chromecast સાથે રિમોટ પણ આપવામાં આવ્યું છે, જેમાં વૉઇસ કમાન્ડ પણ છે. આ સાથે ગૂગલ આસિસ્ટન્ટ માટે અલગ બટન આપવામાં આવ્યું છે. Chromecast સાથે આવતા રિમોટમાં YouTube અને Netflix માટે અલગ બટન છે.
Chromecast Google TV (HD) ની કિંમત 4,499 રૂપિયા છે પરંતુ હાલમાં તે ફ્લિપકાર્ટ પરથી 4,199 રૂપિયામાં ઉપલબ્ધ છે. Chromecast ક્લાસિક સ્નો કલરમાં ઉપલબ્ધ થશે. આ Google Chromecast ટૂંક સમયમાં અન્ય આઉટલેટ્સ પર ઉપલબ્ધ થશે.
HDMI કનેક્ટર સિવાય Chromecast HDR સાથે ફુલ HD સ્ટ્રીમિંગને પણ સપોર્ટ કરે છે. તેમાં વોઈસ રિમોટ પણ મળશે જેની સાથે ગૂગલ આસિસ્ટન્ટ માટે સપોર્ટ હશે. તેમાં એક અલગ કિડ્સ મોડ પણ છે. ક્રોમકાસ્ટ સાથે, Apple TV, Disney + Hotstar, MX Player, Netflix, Prime Video, Voot, YouTube જેવી 1,000 એપ્સને સપોર્ટ કરવામાં આવશે. Chromecast Google TV (HD) ફોન કાસ્ટિંગને પણ સપોર્ટ કરે છે અને તમે Google Photos ને ટીવી પર પણ શેર કરી શકો છો. આમાં ગૂગલ મીટ વીડિયો કોલ પણ કાસ્ટ કરી શકાય છે.
